જ્ઞાનબાગ – બેઠક
– વડતાલ મંદિરથી 1 કિ.મી.ના અંતરે જ્ઞાનબાગ આવેલો છે. આ જ્ઞાનબાગમાં ભગવાન શ્રી
સ્વામિનારાયણે ઘણાં ઉત્સવો કરેલા છે. આજે પણ અહીંયા અનેક પ્રસાદીના સ્થાનો છે જે આપણને ભવ્ય રંગોત્સવની યાદ અપાવે છે જ્યારે શ્રીહરિ , સંતો અને ભક્તો રંગોત્સવ રમ્યા હતા. આ ઉપરાંત અહીં તત્કાલીન વપરાતી અલભ્ય વસ્તુઓ, પ્રસાદીની વસ્તુઓ, દુર્લભ ચિત્રો તથા શ્રીજી મહારાજે કરેલી અનેક લીલાઓના સ્થાન દ્રશ્યમાન છે. માટે આ જ્ઞાનબાગ અતિ પ્રસાદીનો છે.