|

|

|

રામપ્રતાપભાઈ નો બંગલો

મંદિર પરિસરમાં ગરૂડજીના સ્તંભ પાસેનું મકાન એટલે નારાયણમોલ. આ મકાન શ્રીહરિને વડતાલના પાટીદાર ભક્ત દલાભાઈએ આપેલું. જ્યાં શ્રીહરિએ પોતાની રીતે બાંધકામ કરાવયું અને ત્યાં શ્રીહરિ ધ્યાન ધરતા હતા. પછી જ્યારે અયોધ્યાથી ધર્મકુળ આવયું ત્યારે ભગવાન
શ્રીસ્વામિનારાયણે પોતાના મોટાભાઈ રામપ્રતાપભાઈને આ મકાન રહેવા માટે આપી દીધું હતું. જેથી કરીને આ મકાનને રામપ્રતાપભાઈનો બંગલો પણ કહેવાય છે. અહીંયા જ નીચેના ઓરડામાં
રાસમંડળના પૂતળાઓને શ્રીહરિએ પોતાની છડી અડાડીને નૃત્ય કરાવયું હતું. અહીં જ ઉભા રહીને
શ્રીહરિએ વડતાલમાં ભવય રંગોત્સવ પણ કરાવયો હતો. સાથે જ શ્રીહરિએ અહીંયા જ શિક્ષાપત્રી ગ્રંથના લખાણનું શ્રીગણેશ કયુું હતું. ત્યારબાદ તેઓ સંપૂર્ણ લખાણસામગ્રી લઈને હરિમંડપમાં ગયા અને ત્યાં આ ગ્રંથનું લખાણ કયુું હતું.

guGujarati