વડતાલમાં વીશ વચનામૃત
ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત જીવોનાં કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનેક લોકોને સવે શાસ્રોના સારરૂપ ઉપદેશ આપયા. એ ઉપદેશને ચાર સદગુરુ સંતોએ સંપાદન કરી સત્સંગ સમાજને અર્પણ કયો એ ગ્રંથનું નામ વચનામૃત.
જરૂરિયાત પ્રમાણે શ્રીજી મહારાજે જુદાં જુદાં સ્થાને ઉપદેશ આપેલ છે, એમાનું એક સ્થાન એટલે વડતાલધામ. વડતાલધામનાં કુલ ૨૦ વચનામૃત છે. તેમાં લીમડાના વૃક્ષ નીચેનાં સાત, એક હવેલીનું છે. ત્રણ વચનામૃત ગોમતીજીના કાંઠે આંબાવાદડયાનાં છે. ચાર વચનામૃત મંદિર આગળ મંચ ઉપરનાં છે. બે વચનામૃત મંદિરની અંદરનાં છે. એક વચનામૃત મંદિરના મંડપનું છે. એક મંદિરની ઉગમણી કોરની રૂપચોકીનું છે અને એક વચનામૃત મંદિર આગળનું છે.