|

|

મુખ્ય મંદિર

વડતાલધામ એટલે સ્વામિનારાયણ ભગવાનનું વહાલું ધામ.
વડતાલધામ એટલે યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનું પ્રિય ધામ.
વડતાલધામ એટલે મહાલક્ષ્મી માતાએ તપશ્ચર્યા કરેલ સ્થાન.
વડતાલધામ એટલે દ્વારિકાધીશે આવીને કાયમ માટે નિવાસ કરેલ ધામ.
વડતાલધામ એટલે પ્રગટ પ્રભુએ પોતાનું સ્વરૂપ સ્વહસ્તે પધરાવેલ એકમાત્ર ધામ.
વડતાલધામ એટલે નવનિયુક્ત આચાર્ય મહારાજશ્રીનું સ્થાન.
વડતાલધામ એટલે મુમુક્ષુ પાર્ષદોને સંત-દીક્ષા લેવાનું સ્થાન.
વડતાલધામ એટલે ભક્તરાજ જોબનપગીનું જન્મ સ્થાન.
વડતાલધામ એટલે ભક્તરાજ બાપુભાઈની જન્મભૂમિ-કર્મભૂમિ.
વડતાલધામ એટલે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સંગ્રહ સ્થાન.
વડતાલધામ એટલે મહામુક્ત મુક્તાનંદ સ્વામી દ્વારા કરાવેલ સત્સંગનું ગામ.
વડતાલધામ એટલે પવિત્ર પરમહંસોનાં પાવન પગલાં પડેલ પરમ ધામ.
વડતાલધામ એટલે પ્રસાદીનાં અનેક સ્થાનોથી શોભતું પવિત્ર ધામ.
વડતાલધામ એટલે વીશ વચનામૃતોની પ્રાગટ્યભૂમિનું સ્થાન.
વડતાલધામ એટલે દ્વારિકાથી આવેલ ગોમતીજીનું નિવાસસથાન.
વડતાલધામ એટલે સ્વામિનારાયણ મહામંત્રથી અખંડ ગુંજતું ધામ.

guGujarati