ધના તળાવ – ચંદન તલાવડી
ભગવાન શ્રીસ્વામિનારાયણનો જન્દ્મ સામવેદી બ્રાહ્મણ પરિવાર માં થયેલો. માટે જ્યારે ભાદરવા સુદ ત્રીજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તન વિધિ કરવાની થાય ત્યારે શ્રીજી મહારાજ આ ધના તળાવ આવતા અને યજ્ઞોપવિત પરિવર્તન વિધિ કરતા. એકવાર સ્વયં શ્રીજી મહારાજ નંદ સંતોને વેલડું જોડીને આ તળાવે લાવેલા અને જળક્રીડા કરી બપોર સુધી સંતો પાસેથી કીર્તનો ગવડાવયા હતા.