|

|

પ્રસાદીનો બુરજ

જ્યારે હરિભક્તોની ભીડ રહેતી ત્યારે શ્રીજી મહારાજ તે બુરજ ઉપર બેસીને કે ઊભા રહીને હજારો હરિભક્તોને સમૈયામાં દર્શન આપતા અને કથા-વાર્તા પણ કરતા. શ્રીલક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ જ્યારે વડોદરાથી બોચાસણ અને ત્યાંથી વડતાલ લાવવામાં આવી ત્યારે બુરજના ઓરડામાં રાખવામાં આવી હતી. તેના ઉપર કપડું ઢાંકીને નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે ગયા અને બોલ્યા: ‘મહારાજ ! નારાયણનાં આયુધો અવળાં છે, માટે આપ જોવાં પધારો.” ત્યારે શ્રીહરિજી તે ઓરડામાં પધાર્યા ને લક્ષ્મીનારાયણની મૂર્તિ ઉપરથી કપડું દૂર કયુું ત્યાંતો આયુધો સવળાં થઈ ગયાં હતાં ! એ પરચો આ બુરજની નીચેના ઓરડાનો છે.

guGujarati