About
Vadtaldham
ભાગ્યવંતી ભારતની ભોમકા પર અનેક અવતારોએ પોતાનું અવતરણકાર્ય કરીને ધર્મની પુનઃ સ્થાપના અને અસુરોનો નાશ કરી ભક્તોની રક્ષા કરી છે. આવી જ રીતે 18 મી સદીમાં જ્યારે આસુરીવૃત્તિઓએ અરાજકતા ફેલાવી હતી, અધર્મનું શાસન વધી રહ્યું હતું, દિકરીઓને દૂધ પીતિ અને સતિપ્રથા જેવી કુપ્રણાલીઓ લોકોના માનસપટલમાં ઘર કરી ગયેલી.
અહિંસાત્મક યજ્ઞોથી મલિનદેવીદેવતાઓની આરાધના થતી હતી. લોકોને ધર્મ – અધર્મનું, પાપ કે પુણ્ય વચ્ચેનો ભેદ સમજાતો ન હતો. એ સમયમાં રક્ષક જ ભક્ષક બનેલા હતા ત્યારે અંધકારમાં ડૂબેલી માનવજાતને ધર્મ, સત્ય, પુણ્ય અને સદવિદ્યા થી તારવા અને મલીનશક્તિઓ તથા આસુરીવૃત્તિઓનો નાશ કરવા ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરા પર અવતાર ધારણ કરી ધર્મને પુનઃ સ્થાપિત કર્યો અને ધર્મની આ જ્યોત સદીયો સુધી પ્રગટતી રહે તે માટે દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત આ ષડંગી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
About VadtalDham
About Mahotsav
About Mahotsav
શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવ
સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસ કહે છે કે उत्सवप्रियाः खलु मानवाः । અર્થાત માનવ એ ઉત્સવપ્રિય છે. વડતાલ ધામે આપણા સનાતનીય એવં સાંપ્રદાયિક ઉત્સવ મહોત્સવોને વૈભવતાનું એક નવું સ્વરૂપ આપ્યું છે. વર્ષ દરમ્યાન વડતાલ મંદિર દ્વારા 72 ઉત્સવ મહોત્સવોનું આયોજન વિશાળ પાયે થતું આવ્યું છે. વડતાલ ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં સ્વહસ્તે શ્રીહરિકૃષ્ણમહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત અન્ય દેવોને નીજ મંદિરમાં પધરાવ્યા છે. આ મહાપ્રતાપી દેવોની પ્રતિષ્ઠાના આગામી નવેમ્બર મહિનામાં 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે વડતાલ મંદિર દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવનું ભવ્ય આયોજન આગામી વિક્રમ સંવત્ – ર૦૮૧ કારતક સુદ – ૭ (સાતમ), તા.૭/૧૧/ર૦ર૪ થી કારતક સુદ – ૧પ (પૂનમ) તા.૧પ/૧૧/ર૦ર૪ સુધી 7 થી 15 નવેમ્બર 2024 સુધી થવા જઈ રહ્યું છે.
આ મહોત્સવમાં લક્ષાવધિ મનુષ્યોને શ્રીહરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય ઐશ્વર્ય પ્રતાપની અનુભૂતિ થશે, સર્વજીવ હિતાવહ સેવાકાર્યોની સુગંધ દિગંતમાં મહેકી ઉઠશે, આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન થશે, સંતો-વિપ્રોનું સમૂહ પૂજન થશે, શ્રીયાગ, હરિયાગ, વિષ્ણુયાગ જેવા યજ્ઞોની ધુમ્રશેરોથી વાતાવરણ પવિત્ર થશે, અખંડ મહામંત્રનો નાદ માનવજાતિને માનસિક શાંતિનો અનુભવ કરાવશે, દેશના વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો, રાજકીય અતિથિઓ તથા વિભિન્ન ક્ષેત્રની હસ્તિઓ આ ઉત્સવમાં પધારી મહોત્સવની શોભામાં વધારો કરશે.
અનેક ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક અને આધ્યાત્મિક જગતને ઉન્નત કરતા અનેકવિધ કાર્યક્રમોથી આ મહોત્સવ દ્વારા દેશદેશાંતર સુધી સ્વામિનારાયણ સંપ્રદાય એવં સનાતન પરંપરાની વૈભવતાનો નાદ ગુંજતો રહેશે.
વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ તથા દક્ષિણ દેશ ત્યાગી-ગૃહી સમાજ વતી
ચેરમેનશ્રી પૂ.કો.શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી મુખ્ય કોઠારીશ્રી પૂ.ર્ડા.શા.સંતવલ્લભદાસજી સ્વામી