|

|

|

About

Vadtaldham

ભાગ્યવંતી ભારતની ભોમકા પર અનેક અવતારોએ પોતાનું અવતરણકાર્ય કરીને ધર્મની પુનઃ સ્થાપના અને અસુરોનો નાશ કરી ભક્તોની રક્ષા કરી છે. આવી જ રીતે 18 મી સદીમાં જ્યારે આસુરીવૃત્તિઓએ અરાજકતા ફેલાવી હતી, અધર્મનું શાસન વધી રહ્યું હતું, બાળકને દૂધ પીતિ અને સતિપ્રથા જેવી કુપ્રણાલીઓ લોકોના માનસપટલમાં ઘર કરી ગયેલી. અહિંસાત્મક યજ્ઞોથી મલિનદેવીદેવતાઓની આરાધના થતી હતી. લોકોને ધર્મ – અધર્મનું, પાપ કે પુણ્ય વચ્ચેનો ભેદ સમજાતો ન હતો. એ સમયમાં રક્ષક જ ભક્ષક બનેલા હતા ત્યારે અંધકારમાં ડૂબેલી ધર્મ, સત્ય, પુણ્ય અને સદ્વિદ્યાથી માનવજાતને તારવા અને મલીનશક્તિઓ તથા આસુરીવૃત્તિઓનો નાશ કરવા ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરા પર અવતાર ધારણ કરી ધર્મને પુનઃ સ્થાપિત કર્યો અને ધર્મની આ જ્યોત સદીયો સુધી પ્રગટતી રહે તે માટે દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત આ ષડંગી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.

આ જ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું વૈશ્વિક કેન્દ્ર છે વડતાલ ધામ. આ એક જ એવું મંદિર છે જેમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હાથે મંદિરના પાયમાં ઇંટો ઉપાડી મંદિરનું નિર્માણ કરાવ્યું અને સ્વયં સ્વહસ્તે અહીંયા શ્રીહરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી પોતાના સ્વરૂપ સમાન દૈવત્વ સ્થાપિત કર્યું.

ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં કહે છે કે “जानित द्वारकाधीश्वरः स्वयम् ।।” સર્વે તીર્થોમાં ઉત્તમ મનાતા એવા દ્વારકા તીર્થના આરાધ્યદેવ શ્રી રણછોડરાયજી સ્વયં સદ્ગુરૂ સચ્ચિદાનંદસ્વામીની પ્રાર્થનાથી, વિનંતીથી દ્વારિકાના ગોમતી વગેરે તીર્થો સહિત અગોચર લીલા કરી વડતાલમાં પધારે છે. માટે આજે પણ મંદિરના મધ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીરણછોડરાયજી બિરાજમાન છે.

આ જ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું વૈશ્વિક કેન્દ્ર છે વડતાલ ધામ. આ એક જ એવું મંદિર છે જેમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હાથે મંદિરના પાયમાં ઇંટો ઉપાડી મંદિરનું નિર્માણ કરાવ્યું અને સ્વયં સ્વહસ્તે અહીંયા શ્રીહરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી પોતાના સ્વરૂપ સમાન દૈવત્વ સ્થાપિત કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં કહે છે કે “जानित द्वारकाधीश्वरः स्वयम् ।।” સર્વે તીર્થોમાં ઉત્તમ મનાતા એવા દ્વારકા તીર્થના આરાધ્યદેવ શ્રી રણછોડરાયજી સ્વયં સદ્ગુરૂ સચ્ચિદાનંદસ્વામીની પ્રાર્થનાથી, વિનંતીથી દ્વારિકાના ગોમતી વગેરે તીર્થો સહિત અગોચર લીલા કરી વડતાલમાં પધારે છે. માટે આજે પણ મંદિરના મધ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીરણછોડરાયજી બિરાજમાન છે.

સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી દ્વારા કમલાકૃતિમાં નિર્મિત 9 શિખરયુક્ત આ મંદિર આજે સુવર્ણ શિખરોથી સજ્જ છે. હરિનવમી અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો પગપાળા વડતાલની યાત્રા કરી અને શ્રીહરિકૃષ્ણમહારાજના ચરણોમાં નતમસ્તક થાય છે. આ દૃશ્ય જોઈને લાગે કે વડતાલમાં ભક્તિસાગર છલકાતો હોય.

આધ્યાત્મિક જગતનું કેન્દ્રબિન્દુ સમાન વડતાલ આજે ન માત્ર સાંપ્રદાયિક મંદિર છે પરંતુ માનવજીવનમાં સેવા, સંસ્કાર, સુહૃદભાવ, સંસ્કૃતિનું જતન અને આધ્યાત્મિક ઉન્નતિને અંકુરિત કરતું આપણી સનાતન સંસ્કૃતિનું વૈશ્વિક મથક પણ છે.

દેવ

પૂર્વકાળમાં બ્રહ્માજીના માનસપુત્ર ભૃગુઋષિ અને તેમનાં પત્ની ખ્યાતાદેવી નર્મદા કિનારે (ભરૂચમાં) પોતાના આશ્રમની નજીક વનમાં રહી મહાલક્ષ્મી માતાની આરાધના કરવા લાગ્યા. તેથી પ્રસન્ન થઈ લક્ષ્મીજીએ વરદાન માગવા કહ્યું તેથી બન્નેએ માગ્યું કે ‘અમારે ત્યાં આપ પુત્રીરૂપે અવતાર ધારણ કરો. ત્યારે લક્ષ્મીજીએ તથાસ્તુ કહ્યું .

સમય જતાં લક્ષ્મીજી ભૃગુત્રૠષિના ધર્મપત્ની ખ્યાતા દેવીને ત્યાં પુત્રીરૂપે પ્રગટ્યાં, પરંતુ ભગવાનની માયાને કારણે બન્ને ભૂલી ગયાં કે, પોતાની પુત્રી સાક્ષાત્ મહાલક્ષ્મી છે. પુત્રી યુવાન થઈ ત્યારે નારદજી તેઓના આશ્રમે આવ્યા. તેથી બન્નેએ પુત્રીના ભવિષ્ય વિષે પૂછયું. ત્યારે નારદજીએ પુત્રીની સામે જોઈને કહ્યું કે “આ પુત્રી માટે તો ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈ વર હોઈ જ ન શકે. પણ ભગવાન વિષ્ણુને વર રૂપે પ્રાપ્ત કરવા તમારે તપ કરવું પડશે.”

“કહે નારદ સાંભળ બાઈ, કહું ક્ષેત્ર અક્ષય ફળ દાઈ; મહિસાગર ને વેત્રવતી, ત્રીજી સાભ્રમતી કરે ગતિ, તેહ ત્રણેના મધ્યે પવન, પાવન હિતકારી છે હેડંબા વન; તમે ત્યાં રહીને તપ કરો, હૈયે ધ્યાન શ્રીકૃણનું ધરો.”

– શ્રીહરિલીલામૃત ૭.૫, વિ.૧૦

નારદજીએ ઉપરોક્ત સ્થળ બતાવ્યું એ જ આજનું વડતાલધામનું મંદિર ! લક્ષ્મીજી હેડંબા વનમાં (વડતાલમાં) આવ્યાં અને એક વિશાળ બોરડી નીચે (આજે મંદિર છે તે સ્થાનમાં બેસી તપ કરવા લાગ્યા.

તેથી નારાયણે પ્રગટ થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે લક્ષ્મી માતાએ માગ્યું: “મારી સાથે લગ્ન કરો અને કાયમ આપની સેવામાં રાખો.” લક્ષ્મીજી પર પ્રસન્ન થઈ નારાયણે બીજું વરદાન માગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યાંઃ

કમળા કહે કરુણા નિધાન, મને વાલું લાગે છે આ સ્થાન; આંહી મંદિર મોટું રચાય, તેમાં આપણી મૂર્તિ થપાય. તીર્થ સર્વોપરી આ ગણાય, કરે પુણ્ય અક્ષય ફળ થાય; કરે ઈચ્છાથી જો અનુષ્ઠાન, પામે તે ધન ધાન્ય સંતાન. મુનિ મોટા આશ્રમ કરી રહે, તીર્થ કરવા બ્રહ્માદિક ચહે; કરે ભક્તિ ઠરીને આ ઠામે, મોક્ષાર્થી તે મોક્ષને પામે.”

 – શ્રીહરિલીલામૃત ક.૫, વિ.૨૦

લક્ષ્મીજીની આવી અલૌકીક માંગણી સાંભળી ભગવાન નારાયણ રાજી થયા અને બોલ્યા : “જયારે કળિયુગ ચાલતો હશે ત્યારે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થઈ ધર્મનું સ્થાપન કરશે અને આ સ્થાને જ મોટું મંદિર કરાવી આપણી બન્નેની મૂર્તિ એ મંદિરમાં પધરાવશે.”

નારાયણના વરદાન પ્રમાણે અને લક્ષ્મીજીની માગણીને સત્ય કરવા માટે જ સ્વામિનારાયણ ભગવાને એ બોરડીના સ્થાને ભવ્ય મંદિર બંધાવ્યું છે, અને એમાં ‘શ્રીલક્ષ્મીનારાયણદેવ’ પધરાવેલ છે. આજે આ મંદિર જગ પ્રસિદ્ધ છે.

 

મંદિર

ભાગ્યવંતી ભારતની ભોમકા પર અનેક અવતારોએ પોતાનું અવતરણકાર્ય કરીને ધર્મની પુનઃ સ્થાપના અને અસુરોનો નાશ કરી ભક્તોની રક્ષા કરી છે. આવી જ રીતે 18 મી સદીમાં જ્યારે આસુરીવૃત્તિઓએ અરાજકતા ફેલાવી હતી, અધર્મનું શાસન વધી રહ્યું હતું, બાળકને દૂધ પીતિ અને સતિપ્રથા જેવી કુપ્રણાલીઓ લોકોના માનસપટલમાં ઘર કરી ગયેલી. અહિંસાત્મક યજ્ઞોથી મલિનદેવીદેવતાઓની આરાધના થતી હતી. લોકોને ધર્મ – અધર્મનું, પાપ કે પુણ્ય વચ્ચેનો ભેદ સમજાતો ન હતો. એ સમયમાં રક્ષક જ ભક્ષક બનેલા હતા ત્યારે અંધકારમાં ડૂબેલી ધર્મ, સત્ય, પુણ્ય અને સદ્વિદ્યાથી માનવજાતને તારવા અને મલીનશક્તિઓ તથા આસુરીવૃત્તિઓનો નાશ કરવા ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરા પર અવતાર ધારણ કરી ધર્મને પુનઃ સ્થાપિત કર્યો અને ધર્મની આ જ્યોત સદીયો સુધી પ્રગટતી રહે તે માટે દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત આ ષડંગી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.

આ જ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું વૈશ્વિક કેન્દ્ર છે વડતાલ ધામ. આ એક જ એવું મંદિર છે જેમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હાથે મંદિરના પાયમાં ઇંટો ઉપાડી મંદિરનું નિર્માણ કરાવ્યું અને સ્વયં સ્વહસ્તે અહીંયા શ્રીહરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી પોતાના સ્વરૂપ સમાન દૈવત્વ સ્થાપિત કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં કહે છે કે “जानित द्वारकाधीश्वरः स्वयम् ।।” સર્વે તીર્થોમાં ઉત્તમ મનાતા એવા દ્વારકા તીર્થના આરાધ્યદેવ શ્રી રણછોડરાયજી સ્વયં સદ્ગુરૂ સચ્ચિદાનંદસ્વામીની પ્રાર્થનાથી, વિનંતીથી દ્વારિકાના ગોમતી વગેરે તીર્થો સહિત અગોચર લીલા કરી વડતાલમાં પધારે છે. માટે આજે પણ મંદિરના મધ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીરણછોડરાયજી બિરાજમાન છે.

વડતાલની આ એ જ પુણ્ય ધરા છે જ્યાં સાક્ષાત્ માં લક્ષ્મીજીએ તપ કરેલું છે. પોતાના જીવનકાળ દરમ્યાન ભગવાન શ્રી સ્વામિનારાયણ 45 વખત વડતાલ પધાર્યા હતા અને સત્સંગપ્રવર્તન તથા ઉત્સવ સમૈયાઓ કર્યા હતા. અહીંયા જ ભગવાન શ્રીહરિએ સંપ્રદાયના વ્યવસ્થાપન અને મુમુક્ષુઓના ગુરૂરૂપે આચાર્યપદની સ્થાપના કરી. જે આજે અમદાવાદમાં કાલુપુર અને વડતાલમાં આચાર્ય પરંપરા વિદ્યમાન છે. જીવનને ઉત્કૃષ્ટ બનાવી મોક્ષ સુધીનો માર્ગ પ્રશસ્ત કરતી શિક્ષાપત્રી ગ્રંથની રચના પણ શ્રીહરિએ વડતાલની પુણ્ય ધરા પર જ કરી છે.

સદ્ગુરૂ શ્રી બ્રહ્માનંદ સ્વામી દ્વારા કમલાકૃતિમાં નિર્મિત 9 શિખરયુક્ત આ મંદિર આજે સુવર્ણ શિખરોથી સજ્જ છે. હરિનવમી અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો પગપાળા વડતાલની યાત્રા કરી અને શ્રીહરિકૃષ્ણમહારાજના ચરણોમાં નતમસ્તક થાય છે. આ દૃશ્ય જોઈને લાગે કે વડતાલમાં ભક્તિસાગર છલકાતો હોય.

આધ્યાત્મિક જગતનું કેન્દ્રબિન્દુ સમાન વડતાલ આજે ન માત્ર સાંપ્રદાયિક મંદિર છે પરંતુ માનવજીવનમાં સેવા, સંસ્કાર, સુહૃદભાવ, સંસ્કૃતિનું જતન અને આધ્યાત્મિક ઉન્નતિને અંકુરિત કરતું આપણી સનાતન સંસ્કૃતિનું વૈશ્વિક મથક પણ છે.

શાસ્ર

મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યરચનાની પરંપરાને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણએ પોષિત કરી છે. સંવત 1882માં તેમના હાથે 212 શ્લોકોથી સજ્જ સકલશાસ્ત્રસારસ્વરૂપિણી શિક્ષાપત્રિ ગ્રંથની રચના કરી. સાક્ષાત શ્રીહરિની પરાવાણી સ્વરૂપ વચનામૃત ગ્રંથ સંપ્રદાયના સૈદ્ધાંતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો શ્રેષ્ઠ ગ્રંથ છે. તદુપરાંત સંપ્રદાયના જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ આચાર્યોં, નંદસંતો અને વિદ્વાન હરિભક્તો દ્વારા રચિત સાહિત્યથી સંપ્રદાયને પોષણ મળતું રહ્યું છે. પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી રચિત શ્રીહરિકૃષ્ણનારાયણ ચરિત્રામૃત અને ધ્યાનમંજરી તથા સદ્. શ્રી આધારાનંદ સ્વામી રચિત શ્રીહરિચરિત્રામૃત સાગર (પુર 1 થી 28), સદ્. શ્રી મંજુકેશાનંદ સ્વામીનું ઐશ્વર્યપ્રકાશ અને ધર્મપ્રકાશ પદ્યાત્મક ગ્રંથોનું હિન્દી અને ગુજરાતી પદ્યસાહિત્યમાં અનન્ય યોગદાન છે. સમય સાથે આ સંપ્રદાયમાં પણ સાહિત્યની રચનાઓ ભરપૂર માત્રામાં થવા લાગી. આજે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે અંદાજિત હજારોની સંખ્યામાં સાહિત્ય ઉપલબ્ધ છે, જે અનેક વિદ્વાન આચાર્યો, સદ્ ગુરુ સંતો અને ભક્તો દ્વારા લેખન થઇ રહ્યું છે. વડતાલ ધામમાં વિવિધ ભાષાઓ, બોલીઓ અને વિવિધ પ્રકારના સાહિત્યની રચના, અનાવરણ, પ્રકાશન અને મુદ્રણ થઇ રહ્યું છે. વડતાલમાં છેલ્લા 150 વર્ષથી રચિત પુસ્તકાલયમાં આપણો ગૌરવશાળી ઇતિહાસ, મહાપુરુષોના જીવનચરિત્ર, સાંપ્રદાયિક ઇતિહાસ, વૈદિક ગ્રંથો અને ગુજરાતી સાહિત્યની 16700 પુસ્તકો, 5100 મેગઝિન અને 1300 હસ્તપ્રતિઓ ઉપલબ્ધ છે.

આટલી મોટી સાહિત્યિક સેવાઓથી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય લાખો લોકોના માનસપટલમાં આપણા વૈદિક વિચારોને સ્થાપિત કરી રહ્યો છે અને અગણિત લોકોના જીવનને શ્રેષ્ઠ બનાવી રહ્યો છે.

અહીં કેટલાંક મૂળ સંપ્રદાયના વિશેષ ગ્રંથોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

હે ભકતો ! વડતાલધામમાં સ્વામિનારાયણ ભગવાને કમળાકાર મંદિર બનાવી શ્રીલક્ષ્મીનારાયણદેવ જ શા માટે પધરાવ્યા ? એની પાછળ જે ઈતિહાસ છે તે આપની આગળ જણાવું છું. તે સાંભળીને વડતાલનો મહિમા વિશેષ સમજાશે.

હે ભક્તો ! પૂર્વકાળમાં બ્રહ્માજીના માનસપુત્ર ભૃગુભાષિ અને તેમનાં પત્ની ખ્યાતાદેવી નર્મદા કિનારે (ભરૂચમાં) પોતાના આશ્રમની નજીક વનમાં રહી મહાલક્ષ્મી માતાની આરાધના કરવા લાગ્યા. તેથી પ્રસન્ન થઈ લક્ષ્મીજીએ વરદાન માગવા કહ્યું તેથી બન્નેએ માગ્યું કે ‘અમારે ત્યાં આપ પુત્રીરૂપે અવતાર ધારણ કરો. ત્યારે લક્ષ્મીજીએ તથાસ્તુ કહ્યું

હૈ ભકતો ! સમય જતાં લક્ષ્મીજી ભૃગુત્રૠષિના ધર્મપતની ખ્યાતા દેવીને ત્યાં પુત્રીરૂપે પ્રગટ્યાં, પરંતુ ભગવાનની માયાને કારણે બન્ને ભૂલી ગયાં કે, પોતાની પુત્રી સાક્ષાત્ મહાલક્ષ્મી માતા છે. પુત્રી યુવાન થઈ ત્યારે નારદજી તેઓના આશ્રમે આવ્યા. તેથી બન્નેએ પુત્રીના ભવિષ્ય વિષે પૂછયું. જાણે કે સ્વયં લક્ષ્મીજી પણ માયાના આવરણમાં આવી ગયા હોયને શું ? એમ નારદજીને પૂછવા લાગ્યાં:

“૨માં નારદને પગે લાગી, વર જોક પોતા તુલ્યા માગી; ત્યારે બોવ્યા નાદ ઋષિરાય, તુંજ યોગ્ય તો વિષ્ણુ ગણાય. તપ ઉંઝ કર્યું હોય જ્યારે, તેને વિષ્ણુ મળે વર ત્યારે; કહે લરૂપી કહ્યું તમે પારરું, કઠો કયાં જઈને તપ કરું ? કહે નારદ સાંભળ બાઈ, કહું ફક્ષેત્ર અક્ષય ફળ દાઈ; મહિસાગર ને વેત્રવતી, ત્રીજી સાભ્રમતી કરે ગતિ, તેહ ત્રણેના મધ્યે પવન, પાવન હિતકારી છે હેઠંબા વel; તમે ત્યાં રહીને તપ કરો, હૈચે ધ્યાન શ્રીકૃણનું ધરો.” – શ્રીહરિલીલામૃત ૭.૫, વિ.10

હે ભક્તો ! નારદજીએ ઉપરોક્ત સ્થળ બતાવ્યું એ જ આજનું વડતાલધામનું મંદિર ! લક્ષ્મીજી હેડંબા વનમાં (વડતાલમાં) આવ્યાં અને એક વિશાળ બોરડી નીચે (આજે મંદિર છે તે સ્થાનમાં બેસી તપ કરવા લાગ્યા. તેથી નારાયણે પ્રગટ થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે લક્ષ્મી માતાએ માગ્યું: “મારી સાથે લગ્ન કરો અને કાયમ આપની સેવામાં રાખો.” હે ભક્તો ! લક્ષ્મીજી પર પ્રસન્ન થઈ નારાયણે બીજું વરદાન માગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યાંઃ

“કમળા કહે કરુણા નિધાન, મને વાલું લાગે છે આ સ્થાન; આંહી મંદિર મોટું રચાય, તેમાં આપણી મૂર્તિ થપાય. તીર્થ સર્વોપરી આ ગણાય, કરે પુણ્ય અક્ષય ફળ થાય; કરે ઈચ્છાથી જો અનુષ્ઠાન, પામે તે ધન ધાન્ય સંતાન. મુનિ મોટા આશ્રમ કરી રહે, તીર્થ કરવા બ્રહ્માદિક ચહે; કરે ભક્તિ ઠરીને આ ઠામે, મોક્ષાર્થી તે મોક્ષને પામે.” – શ્રીહરિલીલામૃત ક.૫, વિ.૨૦

હે ભક્તો ! લક્ષ્મીજીની આવી અલૌકીક માંગણી સાંભળી ભગવાન નારાયણ રાજી થયા અને બોલ્યા : ‘જયારે કળિયુગ ચાલતો હશે ત્યારે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થઈ ધર્મનું સ્થાપન કરશે અને આ સ્થાને જ મોટું મંદિર કરાવી આપણી બન્નેની મૂર્તિ એ મંદિરમાં પધરાવશે.”

હે ભક્તો ! નારાયણના વરદાન પ્રમાણે અને લક્ષ્મીજીની માગણીને સત્ય કરવા માટે જ સ્વામિનારાયણ ભગવાને એ બોરડીના સ્થાને ભવ્ય મંદિર બંધાવ્યું છે, અને એમાં ‘શ્રીલક્ષ્મીનારાયણદેવ’ પધરાવેલ છે. આજે આ મંદિર જગ પ્રસિદ્ધ બની ગયું છે. નામ છે ‘વડતાલધામ સ્વામિનારાયણ મંદિર’, પણ મંદિરના મધ્ય ભાગમાં મુખ્ય શિખર નીચે શ્રીલક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, કારણ કે લક્ષ્મીજી અને નારાયણ બન્નેની ઈચ્છા આ સ્થાનમાં નિવાસ કરવાની હતી.

guGujarati