આચાર્ય
આચાર્ય પરંપરાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ હતો સંપ્રદાયનું સુવ્યવસ્થિત રીતે નિયંત્રણ પ્રવયિન અને વયવસ્થાપન. કોઈ એક એવી વ્યક્તિ ગાદી પર હોવી જોઈએ જે ધર્મજ્ઞ હોય, મર્મજ્ઞ હોય, લોકવયવહારમાં કુશળ હોય, આચાર-વિચાર પર નિયંત્રણ રાખે અને જે ગુરુના પદને યોગ્ય ન્યાય આપી શકે. આ ઉદ્દેશને સિદ્ધ કરવા ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના મુખ્ય તીર્થ ગુજરાતના વડતાલમાં 1826માં વિક્રમ સંવત 1882ની પ્રબોધિની એકાદશીના પરમપવિત્ર દિવસે આચાર્ય પરંપરાની સ્થાપના કરી જેમાં શ્રીહરિ એ પોતાના બંને ભાઈઓ શ્રીરામપ્રતાપભાઈ અને ઇચ્છારામભાઈના પુરો ક્રમશઃ શ્રી અયોધ્યાપ્રસાદજી અને શ્રી રઘુવીરજીને દત્તક પુત્ર કરી અને અમદાવાદ તથા વડતાલમાં એમ બે સંપ્રદાયની મુખ્ય ગાદી કરી.
આચાર્ય તરીકેની ફરજોમાં મંદિરોમાં મૂર્તિપ્રતિષ્ઠા, મુમુક્ષુઓને ભાગવતી દીક્ષા, ગૃહસ્થોને સાચું માર્ગદર્શન આપવું, સંપ્રદાયના વિકાસ માટે સફળતાપૂર્વક વહીવટ તથા વયવસ્થાપન કરવું અને સત્સંગપ્રવતયન કરવું. શ્રીહરિ એ આ માટે દેશ વિભાગનો લેખ નામનો કાનૂની દસ્તાવેજ સદગુરુ શુકાનંદ સ્વામી પાસેથી વડીલ સંતો અને હરિભક્તોની સાક્ષીમાં લખાવડાવયો.
સાથે જ ભગવાન સ્વામિનારાયણે આચાર્યો માટે ધર્મ ના નિયમો અને સાંપ્રદાત્તયક મર્યાદાઓ વિશે પણ આજ્ઞા કરી છે. જેનું ચૂસ્તપણે નિયમ પાલન થાય તેવી આજ્ઞા સાથે જ આચાર્ય પદારૂઢ થાય છે. અહીં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી (દક્ષિણ દેશ)ની આચાર્ય પરંપરા વણયવેલ છે.
આદી આચાર્ય પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી રઘુવીરજી મહારાજ
જન્દ્મ તારીખ: 21 માર્ચ 1812
આચાર્ય પદારૂઢ: 10 નવેમ્બર 1826
દેહત્યાગ: 9 ફેબ્રુઆરી 1863
આચાર્ય તરીકે: 37 વર્ષ
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી ભગવત્પ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 11 ઓક્ટોબર 1812
આચાર્ય પદારૂઢ: 09 ફેબ્રૂઆરી 1863
દેહત્યાગ: 12 ઓગસ્ટ 1879
આચાર્ય તરીકે: 17 વષય
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી વિહારીલાલજી મહારાજ
જન્દ્મ તારીખ: 19 એપ્રીલ 1852
આચાર્ય પદારૂઢ: 12 ઓગસ્ટ 1879
દેહત્યાગ: 27 સપટેમ્બર 1899
આચાર્ય તરીકે: 20 વર્ષ
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 15 ઓગસ્ટ 1892
આચાર્ય પદારૂઢ: 27 સપટેમ્બર 1899
દેહત્યાગ: 24 એપ્રીલ 1909
આચાર્ય તરીકે: 10 વર્ષ
નોંધ – સાંપ્રદાત્તયક ત્તવવાદો થવાના કારણે શ્રીસત્સંગમહાસભા વવારા ગાદીથી દૂર કરવામાં આવયા હતા.
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રીપતિપ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 18 ઓગસ્ટ 1875
આચાર્ય પદારૂઢ: 26 એપ્રીલ 1909
દેહત્યાગ: 12 ફેબ્રૂઆરી 1931
આચાર્ય તરીકે: 22 વર્ષ
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી આનંદપ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 22 જુલાઈ 1906
આચાર્ય પદારૂઢ: 12 ફેબ્રૂઆરી 1931
દેહત્યાગ: 08 જુલાઈ 1974
આચાર્ય તરીકે: 28 વર્ષ
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 25 જાન્યુઆરી 1930
આચાર્ય પદારૂઢ: 30 એપ્રીલ 1959
દેહત્યાગ: 1986
આચાર્ય તરીકે: 25 વર્ષ
પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 16 ઓગસ્ટ 1949
આચાર્ય પદારૂઢ: 1984
દેહત્યાગ: જીવંત છે.
આચાર્ય તરીકે: 18 વર્ષ
વર્તમાન આચાર્ય પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
જન્દ્મ તારીખ: 23 જુલાઈ 1966
આચાર્ય પદારૂઢ: 31 જાન્યુઆરી 2003
દેહત્યાગ: જીવંત છે.
આચાર્ય તરીકે: હજુ પણ પદારૂઢ છે.