|

|

|

ઘેલા હનુમાનજી

ભગવાન શ્રી સ્વામિનારાયણ બાળવયે ગુજરાતના ચરોતર પ્રદેશના વડતાલ ગામમાં સંવત્ ૧૮૫૫ ના ફાગણ સુદ ૧૨ ને સોમવારે સવારે પ્રથમવાર પધાર્યા હતા. ત્યારે વર્ણી પ્રભુની ઉંમર ફક્ત ૧૮ વર્ષની હતી. વણીરાજ વડતાલમાં સૌપ્રથમવાર અહીં હનુમાનજીનાં દર્શન કરી ત્યાં બેઠા હતા.
તે સમયે આ સ્થળે ખુંખાર લુટારો જોબન વડતાલો ત્યાં આવયો અને વર્ણીરાજને વંદન કરીને કહેલું કે ‘જોગીરાજ! જો તમે અમારા ગામમાં રહો તો તમારે રહેવા માટે હું ઓરડો બનાવી દઉં.

સત્સંગમાં સ્થિર થયા બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ ૪૫ વાર વડતાલ પધાર્યા હતા. એક વખત શ્રીજી મહારાજ તે હનુમાનજીના મંદિરે પધાર્યા હતા. તેની બાજુમાં આવેલ તળાવ પણ પ્રસાદીનું છે. તેમાં શ્રીજી મહારાજે ઘણીવાર સ્નાન કરેલ છે.

guGujarati