સોનાર કૂઈ
વડતાલ મંદિરથી બે કિલોમીટર દૂર સોનારકૂઈ આવેલી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ઘણીવાર આ કૂઈનું જળ પીધું છે. તેની બાજુમાં બે મોટા વડલા હતા ત્યાં શ્રીજી મહારાજ ઉમરેઠ
તરફથી જ્યારે જ્યારે વડતાલ પધારતા, ત્યારે તે વડલા નીચે બેસીને વિસામો લેતા અને એ કૂઈનું પાણી પીતા હતા, માટે આ સોનારકૂઈ પરમ પવિત્ર છે.
ઉદેપુરના સ્રીભક્ત ઝમકુબાને શ્રીજીમહારાજ બ્રાહ્મણના વેશમાં ઉદેપુરથી આ સોનારકૂઈ સુધી લાવેલા અને વડતાલનો માર્ગ દેખાડ્યો હતો.