અક્ષર ભુવન
“શ્રીજી મહારાજે આ જગ્યા પર ઉભા રહીને સંકલ્પ કરેલો કે ભવિષ્યમાં અહીં એક મોટું ભવન બનશે જેમાં મારી પ્રસાદીની વસ્તુઓ સચવાશે” આ સંકલ્પ અનુસાર સંપ્રદાયના ત્રીજા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી આ અક્ષરભુવન બનાવવામાં આવેલ છે. તેઓના સમયમાં તેમણે પ્રસાદીની વસ્તુઓ ભેગી કરવા માટે સત્સંગનાં ગામડાંઓમાં ખૂબ જ વિચરણ કરીને હરિભક્તોનાં ઘેર ઘેર જઈ શ્રીહરિજીની પ્રસાદીની વસ્તુઓ પ્રેમથી માગીને ભેગી કરી હતી અને નિઃસ્વાર્થ ભાવે એ બધી જ પ્રસાદીની વસ્તુઓ અક્ષરભુવનમાં ભક્તોના દર્શનાર્થે રાખી હતી એના આજે આપણે પ્રત્યક્ષ દર્શન થાય છે.