|

|

પ્રસાદીનો નારાયણ બાગ અને કૂવો

મંદિરની ઉત્તર બાજુ ગોમતીજીના કિનારે ભવ્ય ગૌશાળા આવેલી છે, તેનું નામ નારાયણ બાગ હતું. કારણ કે, વડતાલના પાટીદારોએ જ્યારે એ જમીન ભેટ આપેલી, ત્યારે શ્રીહરિજીએ પ્રભુતાનંદ સ્વામીને બોલાવીને કહેલું “સ્વામી ! આ જમીનમાં સરસ બગીચો બનાવો. ત્યાંના છોડને અને વૃક્ષોને પાણી પાવા માટે અમો કૂવો ખોદાવીશું.” પછી શ્રીહરિએ પોતાની દેખરેખ નીચે એક કૂવો ગળાવયો. તેમાં પાણી આવયું એટલે તે પાણી બહાર કાઢીને સદગુરુ પ્રભુતાનંદજીએ શ્રીહરિજીને સ્નાન કરાવયું જેથી આ કૂવો પ્રસાદીનો છે.

hi_INHindi