|

|

વડતાલ સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રીય મંદિર, ધાર્મિક ઉત્સવો અને ઉજવણીઓનું કેન્દ્ર છે.

મુખ્ય ઉત્સવો:

  • જન્દ્માષ્ટમી: ભગવાન કૃષ્ણના જન્દ્મદદવસની ઉજવણી, મધ્યરાત્રે મહાઆરતી અને ભક્તો દ્વારા હાંડી ઉત્સવની ઉજવણી.
  • રામનવમી: બપોરે 12.00 વાગ્યે ભગવાન શ્રી રામનો જન્દ્મોત્વસ અને રારીએ 10:10 વાગ્યે ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્દ્મોત્સવની ભવય ઉજવણી કરવામાં આવે છે.
  • દિવાળી: પ્રકાશનો ઉત્સવ, જેમાં ભક્તો દ્વારા દીપ પ્રગટાવી દીપમાળાઓથી સંપૂણય મંદિર સજાવાય છે.
  • હોળી: વડતાલમાં હોળીનો ઉત્સવ રંગોત્સવ તરીકે મનવાય છે. નીજ મંદિર પરિસર માં જ હજારો ભક્તોં, સંતો અને આચાર્ય મહારાજશ્રીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે.
  • ગુરુ પૂર્ણિમા: ભગવાન શ્રીસ્વામિનારાયણ અને સવગુરૂ સંતો પ્રત્યે ગુરૂભાવ પ્રગટ કરવા હરિભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ, આચાર્યશ્રી અને સંતોનું ભાવથી પૂજન કરે છે.

અન્ય ઉજવણીઓ:

  • મુખ્ય મંદિરમાં થતી તમામ દેવોની મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સાયં આરતી અને રાત્રીના સમયે શયન આરતી.
  • દર મહીનાની પૂનમની તિથીએ વડતાલ મંદિરમાં ભક્તોનું પૂર ઉભરાય છે. દેશદેશાન્દ્તરથી લાખો ભક્તો ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણદેવના દર્શનને આવે છે. કેટલાક ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને પણ વડતાલમાં પૂનમ ભરતા હોય છે.
  • આ તમામ ઉત્સવો અહીં આવનાર તમામ ભક્તોને પ્રભુમાં જોડીને તેમનું જીવન સત્સંગમય, સેવામય અને ઉત્કૃષ્ટ બની અંતે મોક્ષના અધિકારી થાય તેવા ઉદ્દેશથી ધાર્મિક ઉત્સવોનું ખૂબ જ વિશાળ પાયે આયોજન કરવામાં આવે છે.
guGujarati