આચાર્ય પદની સ્થાપના
સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ અને વયવસ્થાપન તથા મુમુક્ષુઓના કલ્યાણને અર્થે ભગવાન શ્રીહરિએ પોતાના બંને ભાઈઓ રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈના પુરોને દિક લઈ સં. ૧૮૮૨ની કારતક સુદ-૧૧ તા. ૨૧/૧૧/૧૮૨૫ ના રોજ વડતાલ મંદિરની બાજુની જગ્યામાં જ્યાં આજે પણ પ્રસાદીની છત્રી છે ત્યાં વેદોક્ત વિવિધ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ દેશ (દત્તક્ષણ દેશ) અને અયોધ્યાપ્રસાદજીને અમદાવાદ દેશ (ઉિર દેશ)ના આચાર્ય તરીકે નિમણુંક કરી હતી.