|

|

ગંગાજળીયો કૂવો

એવા ઘણાં કૂવાઓ છે જેમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ સ્નાન કયુું હોય અને આજેપણ એ જ પ્રસાદીનું જળ હોય. તેવા કૂવાઓ પૈકી આ ગંગાજળીયો કૂવો પ્રસાદીનો છે. સંવત્ 1869 ઓગણોતેરો કાળ પડ્યો ત્યારે આ કૂવાનું પાણી માત્ર ઘડો ડૂબે તેટલું જ રહ્યું હતું. પરંતુ ત્યારબાદ
શ્રીહરિ ગઢપુરથી વડતાલ પધાર્યા અને આ કૂવાના પાણીથી સ્નાન કયુું અને બાજુમાં ધ્યાન કરવા બેઠા.

એ જ સમયે કૂવામાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટિયાં અને કૂવો છલકાઈ ગયો. શ્રીહરિએ આ જોઈને કહેલું કે “અમારી ઇચ્છાથી આ કૂવામાં ગંગાજી પધાર્યા છે હવે આ કૂવામાં ક્યારેય પણ પાણી નહીં ખૂટે. હવેથી આ કૂવાનું નામ ગંગાજળીયો કૂવો પાડું છું” આ કૂવો મંદિરના સભામંડપની પાછળના ભાગમાં આવેલ છે.

guGujarati