પ્રસાદીનો ગાદીવાળો મેડો
મંદિરમાં આવેલી હવેલીના પશ્ચિમ બાજુના એક ભાગને અત્યારે ગાદીવાળો મેડો કહેવાય છે. કારણ કે, ત્યાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે મોટી ગાદી કરાવીને તેના ઉપર પ્રથમ શ્રીહરિજીને બેસાડ્યા હતા અને પૂજન કરી આરતી ઉતારી હતી ત્યાર પછી જ્યારે શ્રીહરિએ બંને આચાર્યની સ્થાપના કરેલી અને વિધિ પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બંને આચાયોને લઈ ગાદીવાળા મેડે આવેલા અને મોટી ગાદી હાલમાં છે તેના ઉપર બંને ને બેસાડી પૂજન કરી આરતી ઉતારી હતી. બીજા અર્થમાં જોઈએ તો આચાર્ય મહારાજ ગૃહસ્થ હોવાથી તેઓનાં જે ધર્મપત્ની હોય તેમને ગાદીવાળા કહેવાય છે. તેઓ પણ ત્યાંજ મહારાજશ્રી સાથે રહેતા હતા એને કારણે પણ તે સ્થાનને ગાદીવાળો મેડો કહેવાય છે.